Billboard ad 1150*250

મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ, જાણો વિગતે…

0 231
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

3 લાખની લાંચ માંગવાનો નોંધાયો છે ગુન્હો

Post ad 3

        મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે 3 લાખની લાંચ કેસમાં ગુન્હો નોંધાયા બાદ એસીબી ટીમે શોધખોળ ચલાવી હતી જોકે તત્કાલીન ચેરમેનનો પત્તો લાગ્યો નથી ત્યારે મોરબી કોર્ટમાંથી આરોપી વિરુદ્ધ બિનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસીબી ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩ (૨) મુજબ ગત તા. ૨૦ ના રોજ હાલના જીલ્લા પંચાયત પ્રમુખ અને તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા વિરુદ્ધ 3 લાખની લાંચ માંગણી કરવા બદલ ગુન્હો નોંધ્યો હતો અને લાંચ કેસમાં ફરિયાદ બળથી પોતાની ધરપકડ ટાળવા  તેઓ નાસી ગયા હોય જેથી આ કેસની તપાસ ચલાવતા એસીબી પીઆઈ એમ બી જાની દ્વારા આરોપીના ઘરે અને મળી આવવા સંભવ હોય તે તમામ સ્થળોએ તપાસ કરવા છતાં કિશોર ચીખલીયાનો પત્તો લાગ્યો નથી

જેને પગલે રાજકોટ મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એડીશનલ સેશન્સ કોર્ટમાં એસીબી ટીમે રજૂઆત કરતા કોર્ટ દ્વારા રજૂઆત ગાહ્ય રાખી આરોપી કિશોર પ્રેમજીભાઈ ચીખલીયાનું સીઆરપીસી કલમ ૭૦ મુજબ બિનજામીનલાયક ધરપકડ વોરંટ કાઢેલ છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat