Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના મહેન્દ્રનગર નજીકથી ડમ્પર ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીકથી ડમ્પર ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તુરંત હરકતમાં આવેલ પોલીસ ટીમે તપાસ આદરી હતી જેમાં ડમ્પર ચોરી કરનાર આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ ડમ્પર રીકવર કરવામાં સફળતા મળી છે

મોરબીના મહેન્દ્રનગર ગામના નીલાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ સોમાભાઈ ભાંગરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૦૪ ના રાત્રીના સમયે તેનું ડમ્પર જીજે ૦૩ એટી ૦૪૬૪ કીમત રૂ ૫ લાખ વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ વી એલ પટેલની ટીમે તપાસ ચલાવી હતી જેમાં નવલખી ફાટક પાસે નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ હાલતમાં ડમ્પર હોવાની બાતમીને પગલે ટીમે તુરંત સ્થળ પર પહોંચી તપાસ ચલાવી હતી જેમાં આરોપી સંજય મનુભાઈ ઓળકીયા (ઉ.વ.૨૫) રહે પંચાસર રોડ વાળાને ઝડપી લઈને ડમ્પર અંગે ઈ ગુજ્કોપમાં સર્ચ કરતા ડમ્પર મહેન્દ્રનગર ગામેથી ચોરી થયાનું માંલૂમ પડ્યું હતું જેથી પોલીસે ચોરી થયેલ ડમ્પર કબજે લીધું હતું અને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ વી એલ પટેલ, પીએસઆઈ એમ પી સોનારા, બી આર ખટાણા, પ્રફુલભાઈ પરમાર, રમેશભાઈ રાઠોડ અને ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat