મોરબી, વાંકાનેર અને ટંકારામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા, 2 મહિલા સહિત 9ની ધરપકડ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી, વાંકાનેર અને ટંકારામાં 9 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી મંગુબેન શાંતિલાલ કડેવાર શનાળા રોડ સમયના ગેટ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૮ કી. રૂ.૧૬૦/- નો રાખી વેચાણ કરતા મળી આવી હતી.બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી પ્રફુલભાઈ ગોબરભાઈ વાઘેલા લાઈન્સનગર દશામા ના મંદીર પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાની કોથળી ઓ નંગ-૩૦ દેશી દારૂ લી.-૫ કિ રૂ-૧૦૦/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખતા મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી સંજયભાઇ ઉર્ફે ચોટો રમેશભાઇ ડેડવાણીયાએ વીસીપરા ધોળેશ્વર રોડ રાજ બેકરી પાસે  વેચાણ કરવાના ઇરાદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૪ દારૂ લીટર-૦૬ કી.રૂ.૧૨૦/-નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી દુરસિંહ અમરસિંહ બામણીયા કોયલી જુના ગામ ડેમી-૩ ડેમની પાળ પર પોતાના કબ્જામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૧૨ કીંમત રૂપીયા-૨૪૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

પાંચમા કિસ્સામાં મોરબીમાં આરોપી અર્જુનભાઈ ચતુરભાઈ હળવદિયા ધરમપુરગામની સિમમા આવેલ જુના આર..ટી.ઓ પાસે આવેલ નર્સીગ કોલેજ પાસે પોતાના કબજામાં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૦૩ કી.રૂ.૬૦નો વેચાણ અર્થે રાખી મળી આવ્યો હતો. છઠ્ઠા કિસ્સામાં મોરબીમાં આરોપી રાજેશભાઇ લખમણભાઇ ડાવેરા ખાનપર ગામ ની સીમ ગોમટેશ્વર મહાદેવના મંદીરના પાછળના ભાગે  પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૫ દેશીદારૂ લી-૦૭ કિ.રૂ. ૧૪૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

સાતમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો જીવરાજભાઈ પઢારીયા ગાયત્રી મંદીર સામે રોડ ઉપર તા.વાંકાનેર ટાઉન એ-બીટમાં દેશી દારૂના પ્લાસ્ટીકના બાચકા નંગ-૧૬ જેમા દેશી દારૂ લીટર ૮૦ કીરૂ. ૧૬૦૦/- નો વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવ્યો હતો. આઠમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી રાહુલ ઉર્ફે સીકંદર વાલજીભાઇ દેત્રોજા નવા રાજાવડલા ગામની કેનાલ પર  કેફી પ્રવાહી દેશી પીવાના દારૂના  પાંચ લીટરના બુંગીયા ત્રણ દેશીદારૂ ૧૫ લીટર ની કિંમત રૂપીયા-૩૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવ્યો હતો. નવમા કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી મુક્તાબેન અમરશીભાઈ સાડમીયા જયનગર ગામ પાસે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજા મા એક પ્લા.ના થેલામા દેશી દારુ આશરે લીટર ૦૬ કિ.રૂ. ૧૨૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.

આ 9 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat