બાઈક ચોરી કરનાર ઇસમ ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસ તા.૨૫ ણા રોજ મોડીરાત્રીના પેટ્રોલીંગમાં હોય ત્યરે ભક્તિનગર સર્કલ નજીક શનાળા ગામ તરફ થી એક ઇસમ લાલ શર્ટ પેહેરેલ છે.તે ચોરાઉ મોટર સાઈકલ સાથે આવનાર હોવાની હકીકત મળતા રાત્રીના ૧૨:૪૫ કલાકથી વોચ ગોઠવાતા ૧ વાગ્યાના સુમારે એક ઇસમ શહેર તરફ મોટર સાઈકલ ચલાવીને આવતા તેને રોકી કોર્ડન કરી તેનું નામ પૂછાતા પોતે હાજીભાઇ દિનેશભાઈ લોદારીયા રહે-શકત શનાળા નવા પ્લોટ જણાવી મોટર સાઈકલ બાબતે પૂછતા નંબર પ્લેટ જોતા પાછળ નંબર પ્લેટ ન હોત આગળ નંબર જોતા જીજે ૩ એલ ૮૭૩ હતું જેના કાગળ માંગતા તેની પાસે ન હોય અને મોટર સાયકલ બાબતે વિશ્વાસમાં લઇ વધુ પૂછપરછ કરતા ચાર-પાચ દિવસ પહેલા ધ્રાંગધા ફૂલેસ્વેર મંદિર થી ચોરેલ હોય અને નંબર પ્લેટ માં જીજે ૧૩ એલ ૮૭૩ નંબર હતા પરંતુ તેના પાર્સીંગ નંબર માંથી ૧ ચેકી નાખ્યા હતા.જેથી શકના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી મોટર સાઈકલ કીમત ૨૦૦૦૦ જપ્ત કરી વધુ પૂછપુરછ કરતા તેને સુરેન્દ્રનગર માંથી 2 અને મોરબી સીટી માંથી ૩ એમ કુલ ૫ વાહન ચોરી કરી ગયાની કબુલાત આપી હતી.

Comments
Loading...
WhatsApp chat