


મોરબી તાલુકાના હજનાળી ગામે ઈશરદાસજી બારહટના મહાપ્રયાણ મહોત્સવ નિમિતે ત્રિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં યજ્ઞ ઉપરાંત મહા આરતી અને ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ચારણ ભક્તકવિ ઈશરદાસજી બારહટ પરિવાર હજનાળી દ્વારા તા. ૨૫ ને રામનવમીના દિવસે મહાપ્રયાણ મહોત્સવનું આયોજન કરેલ છે જેમાં તા. ૨૫ ને રવિવારના રોજ હોમાત્મક યજ્ઞ, બપોરે પ્રસાદ, ત્યારબાદ હરીરસ સ્વાધ્યાયયાત્રા, સાંજે ૬ કલાકે શોભાયાત્રા, સાંજે ૭ કલાકે મહાઆરતી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રીના ડાયરાનું પણ આયોજન કરેલ છે. મહાપ્રયાણ મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા ઈશરદાસજી બારહટ પરિવાર હજનાળીએ આમંત્રણ પાઠવ્યું છે.

