માળિયાના કાજરડા ગામેથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

મોરબી એસઓજી ટીમે આજે માળીયાના કાજરડા વિસ્તારમાંથી એક શખ્શને દેશી બનવાટના તમંચા સાથે ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટીની ટીમ માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીને આધારે કાજરડા જવાના રસ્તે આરોપી ઈસ્માઈલ સાઉદીન મોવર (ઉ.વ.૨૯) રહેલ કાજરડા તા. માળિયાવાળા પાસેથી પરમીટ કે પરવાના વગર દેશી બનાવટનો બાર બોરનો સિંગલ બેરલ તમંચો કિમત રૂપિયા ૫૦૦૦ મળી આવતા આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat