મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ ઇસમ ઝડપાયો

મોરબીની સબ જેલમાં બંધ આરોપી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો જે ઇસમ છેલ્લા બે વર્ષથી ફરાર હોય ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલસીબી ટીમે આરોપીને અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પરથી છુટેલ, જેલ ફરારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હોય જેને પગલે એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (ઉ.વ.૨૨) રહે રાજસ્થાન વાળો હાલ મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે બંધ હોય જે આરોપીને જેલ ખાતેથી વચગાળાના જામીન પર તા. ૧૭-૦૫-૨૦૨૧ થી તા ૧૭-૦૮-૨૦૨૧ સુધી મુક્ત કરવામાં આવ્યો હતો

જે કાચા કામના આરોપીને તા. ૧૮-૦૮-૨૦૨૧ ના રોજ સબ જેલ મોરબી ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયો ના હતો અને ફરાર થયો હતો જે કેદીને ખાનગી બાતમીને આધારે અરવલ્લી જીલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી ઝડપી લઈને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ એન એચ ચુડાસમા, કે એચ ભોચીયા, એ ડી જાડેજા, તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડના ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા તેમજ ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો

Comments
Loading...
WhatsApp chat