મોરબીમાં બે ખૂન કેસમાં સબ જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ ઇસમ ઝડપાયો

 

બે ખૂન કેસમાં મોરબીની સબ જેલમાં રહેલ કાચા કામનો કેડી વીસ દિવસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને સબ જેલ હવાલે કરાયો છે

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા જીલ્લા એસપીની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી સુનીલ લાભુભાઈ કોરડીયા (ઉ.વ.૩૨) વેણાસર તા. માળિયા વાળો ખૂનના ગંભીર ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જેને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી તા. ૦૨ સપ્ટેમ્બરથી તા. ૦૯ સપ્ટેમ્બર સુધીના વચગાળાના જામીન મળતા જામીન મુક્ત થયો હતો જે વચગાળાના જામીન પરથી તા. ૧૦-૦૯ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર થયો ના હતો અને ફરાર હોય જે આરોપીને મોરબી તાલુકાના મધુપુર ગામેથી ઝડપી લેવાયો છે અને આરોપીનો કોવિડ રીપોર્ટ કરાવી સબ જેલ મોરબી હવાલે કરવામાં આવ્યો છે

જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન એચ ચુડાસમા, પીએસઆઈ એ ડી જાડેજા, મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ, ahtu મોરબી ટીમ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat