Billboard ad 1150*250 Billboard ad 1150*250

મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ લખધીરપુર રોડ પરથી ઝડપાયો

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને મોરબી પોલીસ ટીમે લખધીરપુર રોડ પરની ફેક્ટરીમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ બાળકોના અપહરણના થયેલ ગુન્હાઓને શોધી કાઢવા કાર્યરત હોય દરમીયાન મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરનાર ઇસમ મોરબીના લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં હોવાની બાતમીને પગલે ટીમે લખધીરપુર રોડ પર કેવલ સિરામિક કારખાનાની ઓરીદમાં તપાસ કરતા આરોપી વીરેન્દ્ર મહેશભાઈ માવી (ઉ.વ.૧૯) રહે એમપી વાળાને ઝડપી લીધો છે અને ભોગ બનનાર મળી આવતા એમપી પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એ ડી જાડેજા, હીરાભાઈ ચાવડા, રજનીકાન્તભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat