મોરબી શહેરમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને પાંચ વર્ષની કેદની સજા 

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે ૫ વર્ષની સજા અને દંડ ફટકાર્યો

 

મોરબીમાં વર્ષ ૨૦૧૭ માં સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી લઈને આ અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની સજા અને રૂ. ૫૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો છે

જે કેસની વિગતો જોઈએ તો મોરબી નજીકની રહેવાસી યુવતી વર્ષ ૨૦૧૭ માં ૧૬ વર્ષની હોય ત્યારે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી અને ટ્યુશનમાં પણ જતી હોય ત્યારે આદીલ ગફાર સોલંકીના પરિચયમાં આવ્યા બાદ તા. ૩૧-૦૧-૨૦૧૭ ના રોજ આરોપી આદીલ સોલંકી સગીરાનું અપહરણ કરી ગયો હતો જે બનાવ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને સગીરાને યુવક સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે ગઈ હતી બંનેએ શરીર સંબંધ પણ બાંધ્યો ના હતો તેવું નિવેદન નોંધાવ્યું હતું

જે અપહરણની ફરિયાદને પગલે બી ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં કેસ ચાલી જતા આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ ૧૮ મૌખિક પુરાવા અને ૨૪ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી આદીલ ગફાર સોલંકીને દોષિત ઠેરવ્યો હતો જેમાં આઈપીસી કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની સજા અને ૨૦૦૦ રૂ. દંડ તેમજ આઈપીસી કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સજા અને ૩ હજાર દંડ ફટકારી બંને સજા સાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો હતો જેથી આરોપીને કુલ પાંચ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો

Comments
Loading...
WhatsApp chat