તમિલનાડુમાં હત્યા કરી ફરાર થયેલો ઓરિસ્સાનો ઇસમ મોરબીથી ઝડપાયો

 

તમિલનાડુ રાજ્યમાં ખૂનના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને તમિલનાડુ પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન તમિલનાડુ પોલીસ દ્વારા માહિતી મળી હતી કે તમિલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજેના રહે ઓરિસ્સા વાળો નાસતો ફરતો હોય જેથી એસઓજી ટીમે હુમન રિસોર્સ મારફત તપાસ કરતા આરોપી હાલ સોલો સિરામિક પાસે હોવાની બાતમી મળી હતી જેથી એસઓજી ટીમે વોચ ગોઠવીને આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજેના રહે ઓરિસ્સા વાળાને દબોચી લઈને તમિલનાડુ પોલીસને સોપવામાં આવ્યો છે

જે કામગીરીમાં એસઓજી પીઆઈ એમ પી પંડ્યા, પીએસઆઈ એમ એસ અંસારી, રણજીતભાઈ બાવડા, રસિકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઈ મોરી, આશીફભાઈ રાઉંમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીયા, અંકુરભાઈ ચાચુ, અશ્વિનભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat