Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ મકનસર ગામની સીમમાંથી ઝડપાયો

ચાર માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

 

મોરબી તાલુકા વિસ્તારમાંથી ચાર માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઈસમને મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે મકનસર ગામની સીમમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધવા મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં આરોપી કાળુંભાઈ લાભુભાઈ ધામેચા (ઉ.વ.૨૨) રહે ભવાનીનગર હળવદ વાળો અને ભોગ બનનાર સગીરા મકનસર ગામની સીમમાં હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી કાળું લાભુભાઈ ધામેચા મળી આવતા આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

જે કામગીરીમા પીઆઈ વી બી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દશરથસિંહ ચાવડા, ફૂલીબેન તરાર, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat