જડેસ્વર મંદિર નજીક દીપડો લટાર મારે છે ? આસપાસના લોકોમાં ભયનો માહોલ

ટંકારા તાલુકામા ફરી દિપડાએ દેખા દીધા હોવાની વાત ફેલાઈ છે જેમાં જડેશ્ર્વર મંદિર નજીક વગડામા લગભગ એકાદ અઠવાડિયાથી દિપડો અંધારામા ત્રણેક વખત લટાર મારી ગયો હોય અને પશુનું મારણ કર્યું હોવાનુ દિપડાને નજરે જોનારાઓ જણાવી રહ્યા છે.ખેડુતો વગડામા જતા ખેડુતો મા ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે

ટંકારા અને વાંકાનેર તાલુકાના બે સીમાડે ટેકરી ઉપર જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. મંદિરની નીચેના ભાગે સજનપર નજીક સુપ્રસિધ્ધ નાના જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. નાનાજડેશ્ર્વર ઉપરાંત, ઘુનડાની સીમમા છેલ્લા એકાદ અઠવાડિયાથી દિપડો સીમમા લટાર મારતો હોવાની માહિતી મળી હતી સીમ વગડા વિસ્તારમા ખેતીકામ કરતા ખેડુત નાથાભાઈ કોળીએ દિપડો અઠવાડીયામા ત્રણેક વખત વગડામા લટાર માર્યા ની વાત ને પુષ્ટિ આપી જણાવ્યુ હતુ કે, અહિયા સીમમા દિપડો મોટાભાગે રાત્રે વાતાવરણમા માણસોની ચહલ પહલના પગરવની શાંતિ થાય પછી દેખા દયે છે. અને નિલ ગાય સહિત ત્રણેક શિકાર પણ કરી ચુકયો છે. લગભગ છ’એક માસ પૂર્વે ટંકારા અને તાલુકાના નેસડા ગામની સીમમા રાનીપશુએ દેખા દીધાની ફરીયાદ મળી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગે પંથક ખુંદી વળ્યા બાદ હાથ લાગ્યો ન હતો તો નજીકમા રામપરા વીડી વિસ્તાર હોય દીપડાઓનો વસવાટ હોય કદાચ આવી ચડ્યો હોવાની શક્યતા છે.પણ દીપડાના સગડના મળ્યા હોવાની માહિતી પણ વન વિભાગે આપી હતી એટલે શું ખરેખર દીપડો છે કે અફવા ફેલાઈ છે પણ જે હોય તે ગ્રામજનોમાં અને ખેડૂતોમાં ભય ફેલાયો છે તે હકીકત છે

Comments
Loading...
WhatsApp chat