


મોરબી જીલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ તથા ૨૦૧૮ /૧૯ ના વર્ષમાં તળાવ ઊંડા ઉતારવા અને ચેકડેમો રીપેરીંગ માટે ૨૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી જે કામો થયા નથી અને બીલ બની ગયા હોય વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કરેલી રજૂઆત બાદ ગાંધીનગરથી ટીમો દોડી આવી છે અને પાંચેય તાલુકામાં સઘન તપાસ ચલાવી રહ્યા છે
નાની સિંચાઈ યોજનાના કામોમાં ગેરરીતીની અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના સીએમ અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરી હતી તે ઉપરાંત પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ પણ હળવદ તાલુકા સહીત જીલ્લામાં ગેરરીતી અંગે કરેલી ઉચ્ચ કક્ષાએ ઊઆઆઆટ બાદ મામલો ગરમાયો હતો અને સરકાર સફાળી જાગીને તાકીદના એક્શન લીધા હતા જેમાં ગાંધીનગરથી ટીમો મોરબી પહોંચી હતી અને પાંચ જેટલી ટીમો બનાવી પાંચ તાલુકામાં તપાસ ચલાવવામાં આવી રહી છે
સ્થળ તપાસ ચાલુ છે, સરકારને રીપોર્ટ કરીશું : મુખ્ય ઈજનેર
હાલ ગાંધીનગરથી જે ટીમ તપાસ ચલાવી રહી છે અને કરોડોના ભ્રષ્ટાચારની આશકાને પગલે ટીમો સઘન તપાસ ચાલુ છે ત્યારે મોરબી જીલ્લામાં તપાસ અર્થે આવેલા અધિકારી સાથે વાતચીત કરી હતી જેમાં ગુણવત્તા નિરીક્ષક મુખ્ય ઈજનેર એન કે દીક્ષિતે જણાવ્યું હતું કે પાંચ તાલુકામાં ટીમો બનાવી તપાસ કરી રહ્યા છે જેમાં કામોની યાદી મળી છે તે મુજબ તાલુકા વાઈઝ સ્થળની પસંદગી કરીને સ્થળ તપાસ ચલાવી રહ્યા છે જોકે પ્રાથમિક તપાસમાં ગેરરીતી સામે આવી છે કે કેમ તેનો જવાબ આપવાને બદલે તપાસ ચાલુ છે અને સરકારને રીપોર્ટ સોપવાનું અધિકારીએ જણાવ્યું હતું