



મોરબી જીલ્લામાં ખુબ ગાજેલું સિંચાઈ કોભાંડના મુળિયા કેટલા ઊંડા છે તે હજુ સ્પષ્ટ થયું નથી જોકે કોભાંડના મૂળ સુધી જવા માટે ટીમો સઘન તપાસ ચલાવી રહી છે જેમાં ધરપકડનો દોર ચાલ્યા બાદ વધુ ચાર ટીમોને સરકારે મેદાનમાં ઉતારી હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કોભાંડ આચરનાર અધિકારી સહિતનાઓની અટકાયત કરવામાં આવી છે તો અગાઉ ૪૬ કામોમાં ગેરરીતી ધ્યાનમાં આવ્યા બાદ જીલ્લાના કુલ ૩૩૪ કામોમાંથી બાકીના ૨૮૦ થી વધુ મળી તમામ કામોની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને ૪૬ કામોમાં ગેરરીતી સામે આવ્યા બાદ અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ માટે રાજ્ય સરકારે ચાર ટીમો મેદાનમાં ઉતારી છે
તો અગાઉ નિવૃત મદદનીશ ઈજનેર સહિતના કોભાંડીઓને ઝડપી લેવામાં આવ્યા છે તો હજુ તપાસ ટીમો તપાસ ચલાવી રહી છે જેથી અન્ય કોભાંડ અને કોભાંડીઓ પર પણ તંત્રની ગાજ વરસે તેવી માહિતી સુત્રોમાંથી મળી રહી છે



