Billboard ad 1150*250

મોરબીમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિતે ઘરે બેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ

0 131

તા :-15- મે “આંતર રાષ્ટ્રીય પરિવાર દીવસ”નાં અનુસંધાને “આખી પૃથ્વી મારું કુટુંબ છે” વિષય પર પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘરે બેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા જણાવ્યું છે
આ સ્પર્ધા માં ભાગ લેવાં નીચે આપેલ કેટેગરી મુજબ પ્રશ્નો નાં જવાબ નો ઘર બેઠાં વિડીયો ફિલ્મ બનાવી ભાગ લેવાં નો રહેશે.
કેટેગરી-1 (ધો-1,2,3,4)
પ્રશ્ન- કે-1:- તમે તમારાં પરિવાર ને કઈ કઈ રીતે મદ્દદરૂપ થાવ છો .
કેટેગરી-2 (ધો-5,6,7,8)
પ્રશ્ન-કે-2:- આપનાં પરિવાર નાં આરોગ્ય માટે તમે કેવાં કેવાં ઉપાય કરો છો.
કેટેગરી-3 (ધો-9,10,11,12)
પ્રશ્ન-કે-3:- પરિવાર જ સૃષ્ટિ નો પાયો છે .પરિવાર વગર માણસ ની કલ્પના પણ અધૂરી છે.સમજાવો.
કેટેગરી-4(કોલેજ નાં વિધાર્થીઓ ,શિક્ષકમિત્રો તથા વાલીઓ)
પ્રશ્ન-કે-4:-“વસુદેવ કુટુંબકમ,” ‘આખી પૃથ્વી મારૂ કુટુંબ છે’ તેનાં જિન્સ એક જ છે .એક જ Y અને X ક્રોમોજોમન્સ પર થી સાબીત કરી શકાય કે આખુ વિશ્વ એક પરિવાર છે.?
ઉપરોક્ત કેટેગરી મુજબ પ્રશ્નો નાં જવાબ સ્પર્ધકોએ ઘર બેઠાં વિડીયોફિલ્મ બનાવી મોકલી આપવા . નીચે આપેલ કોઈપણ એક વોટસપ નંબર પર 9824912230 /8780127202 / 9727986386 છેલ્લી તા.15 / 5/ 2021 રાત્રે 9=00 સુધી માં મોકલી આપજો.
દરેક સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા તેમાંના શ્રેષ્ઠ સ્પર્ધકો ને સિલ્ડ આપવા માં આવશે.

એલ.એમ.ભટ્ટ – દીપેન ભટ્ટ
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી જિલ્લો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat