Billboard ad 1150*250

જીએસટી ટીમ દ્વારા દરોડા કાર્યવાહી, મોરબીમાં ૫૮ લાખની ચોરી ઝડપાઈ

0 593

કેન્દ્ર સરકારે ૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ જીએસટી લાગુ કર્યા બાદથી વેપારી વર્ગમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યા છે. વેપાર ધંધાની માઠી હાલત જોવા મળી રહી છે ત્યારે રાજકોટ સેન્ટ્રલ ગૂડ્સ અનેડ સર્વિસ ટેક્ષ હેડ ક્વાર્ટરની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા જીએસટી ચોરીનો સૌરાષ્ટ્રમાં પ્રથમ કેસ મોરબીમાં જોવા મળ્યો છે. મોરબીના સિરામિક એકમમાંથી ૫૮ લાખની ચોરી ઝડપી લેવાઈ છે.

ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ ઈન્ટેલીજન્સ ટીમ દ્વારા મોરબીના સિરામિક યુનિટમાં દરોડાની કર્ર્ય્વાહી હાથ ધરી છે જેમાં સેન્ટ્રલ જીએસટીના કમિશનર લલિત પ્રસાદના માર્ગદર્શન હેઠળ હેડક્વાર્ટર પ્રિવેન્ટીવના આસી. કમિશનર વી.ડી. બહોરા અને તેની ટીમના સુપ્રી. અજયકુમાર સિંધમ, સત્યનારાયણ તથા સાજુ જોન સહિતના અધિકારીઓની ટીમે મોરબીમાં આવેલ સીમોલેક્ષ સિરામિક યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરી હતી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવતા માત્ર બે માસમાં જ ૫૮ લાખની જીએસટી ચોરી કર્યાનું બહાર આવી છે. જોકે હાલના તબક્કે સિરામિક યુનિટ દ્વારા ૧૦ લાખ ભરી દેવામાં આવ્યા છે જયારે બાકીની રીકવરી માટે પ્રિવેન્ટીવ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં જીએસટી ચોરીમાં પ્રથમ કેસ મોરબીથી નોંધાયો છે. વિશ્વ વિખ્યાત સિરામિક ઉદ્યોગમાં જીએસટીની ૫૮ લાખની ચોરી સામે આવી છે ત્યારે આ મામલે સિરામિક એસોસીએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ મોરબીન્યુઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે જીએસટી પછી એશોસીએસન દ્વારા ચેકીંગ ચાલુ છે તેમ છતા જો કોઇ પણ કરચોર હોય તેને પકડવો જોઇયે. જીએસટી ના કાયદા એટલા ગંભીર છે કે જો તેમાં કોઇ પકડાશે તો જેલ સુધી ની સજા અને પેનલ્ટી પણ બહુ જ છે ત્યારે એશોસીએસન ની જવાબદારી છે કે તેમના સભ્યોને તેનાથી બચવા સાચા રસ્તે જવા માટે પ્રેરણા આપે. ત્યારે આમાં હજુ વધુ કડક તપાસ કરી અને હાઇવે પેટ્રોલીગ ચાલુ કરવા જોઇયે અને કબુતર બીલવારા ઉપર તવાહી કરવી જોઇયે તેમ જણાવ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat