Billboard ad 1150*250

મોરબીમાં મેલરિયા અટકાવવા ૬,૧૩,૧૦૩ મચ્છર ઉત્પતિ સ્થાનોએ તપાસ

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં સાર્વત્રિક સારા વરસાદને પગલે રોગચાળો ઉદભવે નહિ તેવા હેતુથી આરોગ્ય વિભાગ મોરબી દ્વારા રોગચાળા અટકાયતી પગલા તકેદારીના ભાગરૂપે તમામ રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને સપ્ટેમ્બર માસ વાહકજન્ય રોગોના ફેલાવા માટે અનુકુળ હોવાને લીધે વધુ પ્રમાણમાં કેસો થતા હોય જેથી રોગોના ફેલાવો અટકાવવા માટે વધુ સઘન કામગીરી આ માસમાં કરવામાં આવી હતી

Post ad 2

        શહેરી વિસ્તારમાં સ્ટાફ ઓછો હોવાથી મોરબી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી પૂર્ણ થયા બાદ બાકી રહેલ શહેરી વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બનના સ્ટાફ દ્વારા કામગીરી પૂર્ણ કરેલ સર્વેની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે માટે અર્બન એમo તેમજ ટીએચઓ એ પણ ખાસ તકેદારી રાખી હતી અને સુપરવિઝન હેઠળ કામગીરી કરાઈ હતી મોરબી જીલ્લામાં કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ૫ અર્બન હેલ્થ કેન્દ્રમાં ૩૫ મેડીકલ ઓફિસર, પુરુષ આરોગ્ય સુપરવાઈઝર, ૨૮ સ્ત્રી આરોગ્ય સુપરવાઈઝર, ૧૮૦ MPHW, ૧૮૦ FHW અને ૭૯૦ આશાબહેન દ્વારા દરેક ઘરની મુલાકાત કરવામાં આવેલ અને એક માસ દરમિયાન દરેક ગામની મુલાકાત કરેલ જેમાં ૬,૧૩,૧૦૩ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસેલ જેમાં ૭૯૭ સ્થળે ગપ્પ્તી માછલી મુકવામાં આવેલ 3,૯૦,૫૮૬ પાત્રોમાં એબેટ કામગીરી તેમજ ૨૦૩૦ પાત્રોમાં સોર્સ રિડકશન અને અન્ય પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની કામગીરીને પગલે વર્ષ ૨૦૧૮ ની સાપેક્ષમાં ૨૦૧૯ માં મચ્છરજન્ય રોગોમાં ૭૦ ટકા જેવો ઘટાડો નોંધાયેલ છે

        રાજ્ય સરકાર તરફથી મળેલ દવાયુક્ત ૩૧,૧૪૦ મચ્છરદાની મોરબી જીલ્લાના સગર્ભાને આપવામાં આવેલ મેલેરિયા સામે તંત્રની સઘન કામગીરી ઉપરાંત નાગરિકોને પણ સાવચેતીના પગલા લેવા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, જીલ્લા મેલેરિયા અધિકારી ડો. ચેતન વારેવાડિયાએ અપીપ્લ કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat