Billboard ad 1150*250

મોરબીના ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલ લાઈન ફેરવવા માટે તંત્રને રજૂઆત

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ખેવાળિયા ગામમાં આવતી લાઈન ફેરવવા તેમજ ફીડર ફેરવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે

        શ્રી ખેવાળીયા ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના ખેવાળીયા ગામે ખેતીવાડીની લાઈટ માળિયા નવાગામથી આવે છે તે ફીડર બદલીને મોરબી તાલુકાના માનસર ગામે આવેલ મોમાઈ ફીડરમાં તાત્કાલિક જોડી આપવામાં આવે જેથી અવારનવાર લાઈટનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલાઈ સકે તે ઉપરાંત અન્ય રજૂઆતમાં ખેવાળીયા ગ્રામ પંચાયતે પીજીવીસીએલ તંત્રને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પીપળીયા ફીડરથી બરવાળા તરફથી આવતી લાઈન જે ખેતરમાં છે તે લાઈન તાત્કાલિક ધોરણે રોડ પર લેવા વિનંતી કરી છે જેથી દર ચોમાસામાં બરવાળા રોડનો લાઈટનો પ્રશ્ન ના રહે અને બરવાળા આવતા દશથી પંદર ગામને પાણીનો તેમજ લાઈનનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને રીપેરીંગ કરવામાં પણ સરળતા રહે જેથી આ મામલે તાત્કાલિક યોગ્ય કરવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat