

કચ્છમાં બિરાજતા માં આશાપુરા માતાજીના મઢ ખાતે નવરાત્રીમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે અને પદયાત્રીઓ મોટી સંખ્યામાં જતા હોય છે જેથી પદયાત્રીઓની સુરક્ષા અંગે પગલા લેવા નેશનલ હાઈવે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી રજૂઆત કરી છે કે કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીઓ સાથે અકસ્માતના બનાવો બનતા હોય છે જેથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈને રોડની સાઈડમાં વૃક્ષોની ડાળીઓ અને અન્ય નડતરરૂપ હોય તે હટાવીને પદયાત્રીઓની સુરક્ષા અંગે યોગ્ય કદમો ઉઠાવવાની માંગ કરી છે અને શ્રદ્ધાભાવથી જતા ભક્તો સાથે અનિચ્છનીય બનાવ ના બને તેવા પગલા ઉઠાવવાની માંગ કરવામાં આવી છે સાથે જ યાત્રીઓને રેડીયમ જેકેટ વિતરણ કરવામાં આવે તો રેડીયમ જેકેટ રાત્રીના અંધકારમાં વાહનચાલકોનું ધ્યાન ખેંચી સકે અને અકસ્માતો નિવારી સકાય છે તેમ જણાવ્યું છે



