Billboard ad 1150*250

પીપળી ગામમાં ભૂગર્ભ લાઈન અને ઘૂટું રોડથી પીપળી આરસીસી રોડ મામલે રજૂઆત

વિશ્વ હિંદુ પરિષદ અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

0 115

પીપળી ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ શાંતિનગર અને ધર્મગંગા સોસાયટીની ભૂગર્ભ લાઈન ઉપરાંત ઘૂટું રોડથી પીપળી ગામ સુધીના રોડ મામલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી કમલભાઈ દવે અને નવી પીપળી શાંતિનગર સોસાયટીના મહિપતસિંહ ઝાલા તેમજ સોસાયટીના રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવી પીપળી ગામમાં આવેલ શાંતિનગર અને ધર્મગંગા સોસાયટીમાં ભૂગર્ભ લાઈન માટે ગ્રાન્ટ પાસ થતા કામ ચાલુ કરવામાં આવ્યું પરંતુ તે લાઈન શાંતિનગર પાછળ આવેલ વોકળામાં ખુલ્લી છોડવામાં આવી છે જેથી સ્થાનિકો અને રાહદારીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે જેથી તાત્કાલિક કામને અટકાવી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે

તે ઉપરાંત ઘૂટું રોડ પર આવેલ પીપળી ગ્રામ પંચાયતના સર્વેમાં આઈટીઆઈ પાસેના રોડથી નવી પીપળી રોડને જોડતા રોડને આરસીસી કરવા ૫ થી વધુ સોસાયટીના રહીશોએ માંગ કરી છે બિસ્માર રોડને પગલે સ્થાનિકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બને છે જેથી આરસીસી રોડ બનાવવા અને સ્ટ્રીટ લાઈટ મુકવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat