Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પ્રભારી મંત્રીને રજૂઆત

તાલુકા ભાજપ પ્રમુખે કરી લેખિત આવેદન પાઠવી રજૂઆત

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સમસ્યાઓ અને પ્રશ્નો હોય જે પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી જીલ્લાના પ્રભારી મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રવાપર ગ્રામ પંચાયતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૧૨,૨૦૬ છે પરંતુ રવાપર ગામ મોરબી શહેર નજીક હોવાથી વસ્તી આશરે ૪૦ થી ૫૦ હજાર છે આ ગામમાં પાણી પુરવઠા વિભાગમાંથી પીવાનું પાણી ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ આપવામાં આવે છે આ વિસ્તાર ખુબ વિકસિત હોવાથી વસવાટ વધી રહ્યો છે જેથી પાણી માટે સ્પેશ્યલ હેડ વર્કસ આપવામાં આવે અને હાલની વસ્તી મુજબ પાણી પુરવઠા જૂથ યોજના બનાવવાની માંગ કરી છે.

તે ઉપરાંત ખરેડા, ઝીકીયાર, વાંકળા, જીવાપર, ચકમપર, રંગપર, બેલા સહિતના ગામો માટે ધોડાધ્રોઈ ડેમ પાણી પુરવઠા યોજના મંજુર થયેલ છે તેમાં સત્વરે ટેન્ડરીંગ પ્રક્રિયા થાય જેથી કામ ચાલુ થઇ સકે, પાનેલી, કાલિકાનગર, લખધીરપુર મકનસર સહિતના ગામોમાં પાણી પુરવઠા જૂથ યોજના મચ્છુ ૨ ડેમમાંથી પાણી માટે ટેન્ડરીંગ પ્રક્રિયા ઝડપી બને અને ગામોને પાણી મળે તેવી માંગ કરાઈ છે તેમજ વરસાદ ખેંચતા પીવાના પાણીની સમસ્યા માટે સરકાર દ્વારા નર્મદા કેનાલ મારફત મચ્છુ ૨ ડેમમાં પાણી ઠાલવવાની મંજુરી આપવામાં આવેલ પરંતુ મચ્છુ ૨ ડેમ સુધી પહોંચેલ નથી

મોરબી રાજકોટ હાઈવે પર નવલખી ફાટક પર ઓવરબ્રીજ મંજુર થયેલ છે છતાં ઓવરબ્રિજનું કામ શરુ થયેલ નથી મોરબી તાલુકામાં સસ્તા અનાજની દુકાનને રાજીનામાંના કારણે, પરવાના રદ થવાના કારણે બંધ થયેલ છે તે દુકાનને અન્ય નિયમ મુજબ ફાળવવાની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat