Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના છેવાડાના વિસ્તારમાં ગંદકી અને સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હલ કરવા કલેકટરને રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર જીલ્લા કલેકટરને આઈ.કે.પટેલની લેખિત રજૂઆત કરી છે કે શહેરના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર, ગોકુલનગર, આનંદનગર, તુલસીપાર્ક, તથા વાડી વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાયેલું છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે આ વિસ્તારમાં તાવ, શરદી, તથા સ્વાઇન ફ્લુની અસર જેવી બીમારીઓ પણ જોવા મળે છે તેમજ સ્ટ્રીટ લાઈટોનો પણ સદંતર અભાવ છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી જેના કારણે જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવ જેવા તહેવારો પણ અંધારામાં ઉજવવા પડ્યા છે આ વિસ્તરમાં ગરીબો રહેતા હોવાથી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે ત્યારે તાકીદે દિવાળીના તહેવારો પહેલા આ પ્રશ્નોનો ઉકેલ આવે તેવી માગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat