Billboard ad 1150*250

મોરબીના બિસ્માર રસ્તાઓને તાત્કાલિક પેચવર્ક કરવા ધારાસભ્યની રજૂઆત

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અને આ મુખ્યમાર્ગો માર્ગ અને મકાન વિભાગમાં આવતા હોય જેથી ધારાસભ્યે આ મામલે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરીને તાત્કાલિક પેચવર્ક કરવાની રજૂઆત કરી છે

        મોરબી શહેરમાંથી પસાર થતા ગુજરાત સરકાર હસ્તકના માર્ગ-મકાન વિભાગના રસ્તાઓ જેવા કે માંધાપરથી વાવડી રોડ, ઉમીયા સર્કલથી રવાપર કેનાલ રોડ, ભક્તિનગર સર્કલથી નવા બસ સ્ટેન્ડ રોડ ગાંધીચોકથી સર્કીટ હાઉસ સુધીનો રસ્તો જે ભારે વરસાદને કારણે નુકશાન પામ્યો છે આ રસ્તાઓ પર તાત્કાલિક રીસરફેસ કામગીરી કરવી જરૂરી છે તેવી માંગ સાથે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય,મ ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરતા વિના વિલંબે પેચવર્ક કામ હાથ ધરી રસ્તાઓને ટ્રાફીકેબલ બનાવાશે ધારાસભ્યની સતત જહેમતને લીધે માધાપર-વાવડી પેચવર્ક કામ મંજુર થયું છે અને ટેન્ડર પણ બહાર પડી ગયું છે તે ઉપરાંત ઉમિયા સર્કલથી રવાપર કેનાલ રોડપણ વિસ્તૃત કામ કરવાનું કામ મંજુર કરાયું છે પેચવર્ક તુરંત થાય તેવું સુચના સંબંધિત ઈજનેરોને આપી છે

        તે ઉપરાંત મોરબી તાલુકાના ગાળા ગામનો, માળિયાના લાખિયાસર, હ્ન્જીયાસર અને મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી જુના નાગડાવાસ તેમજ ગુંગણનો રસ્તો તેમજ નવા સાદુળકા અને લક્ષ્મી નગરનો રસ્તો વિના વિલંબે કરવા ધારાસભ્યે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રૂબરો મળીને રજુઆતો કરી છે સાથે જ મોરબી બાયપાસ રોડ પર ખાડા બુરવા અને મચ્છુ 3 બ્રીજ પર આરતીઓ કચેરી નજીકનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat