

મોરબીના રવાપર રોડ પર આવેલા સ્લમ વિસ્તારમાં રહેતા ઝાલાભાઇ અને બાયજીબેન SEBC (અતિં પછાત) સરકાર યાદીના ક્રમ મુજબ ૭૮ માં જ્ઞાતિની સંજ્ઞા ૮૯૬ માં આવે છે ત્યારે આવા કારીગર ઓળખકાર્ડ ઇસ્યુ કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશન મોરબીના પ્રમુખ સંજયભાઈ વિરડીયાએ કુટીર અને ગ્રામ ઉદ્યોગ મોરબી જીલ્લા સેવા સદન અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ભારતના બંધારણ પ્રમાણે મળવા પાત્ર માનવ હક્કો મેળવવાના ભારતના દરેક નાગરિકને અધિકાર છે અને સરકારની યોજનાની માહિતી કે જાણકારી લોકો સુધી પહોંચતી નથી અને જરૂરી પ્રયાસોના અભાવે તેઓ હાલ સરકારની ઉમદા યોજનાના લાભોથી વંચિત રહે છે
વાંસમાંથી અવનવી સુંદર વસ્તુઓ બનાવવામાં નિપુણ ઝાલાભાઇ અને બાયજીબેન તેમના કુટુંબના છેલ્લા વાંસ નિપુણ કારીગર છે બજાર જાહેરાતના માધ્યમોથી વંચિત હોવાથી તેમની બનાવેલ વસ્તુને બજાર મળતું નાથી જેથી અમારી સંસ્થા દ્વારા તેમને સ્થાનિક બજાર અને વેચાણ માટે સહાયરૂપ પ્રયત્ન થયેલ છે કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ જો જરૂરી માહિતી સહ્યનું માર્ગદર્શન આપે અને ઓળખકાર્ડ આપે તો તેમની આજીવિકા માટે ઉપયોગી સાબિત થશે જેથી કારીગર ઓળખકાર્ડ ઈશ્યુ કરવાની માંગ કરી છે