મોરબી નગરપાલિકામાં ઓગસ્ટ માસમાં વ્યવસાય વેરો ભરનારને વ્યાજમાફી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતા વ્યવસાય વેરો વેપારીઓ સમયસર ભરે તે માટે પ્રોત્સાહન સમાન વ્યાજમાફી સ્કીમ અમલી બનાવાઈ છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં વેરો ભરનાર વેપારીને વ્યાજમાફી આપવામાં આવશે

        મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા અને વ્યવસાય વેરા અધિકારી આનંદ દવેની યાદી જણાવે છે કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતા આસામીઓને સરકારના પરિપત્ર મુજબ વ્યવસાય વેરો તા. ૩૧-૦૮ સુધીમાં ભરવામાં આવશે તેને સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવશે જે વેપારીઓની રજીસ્ટર નોંધ હશે તેને જ આ લાભ આપવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે તેમજ મોરબી નગરપાલિકામાં તા. ૩૦-૦૯ પછી વ્યવસાય વેરો પર પ્રતિમાસ ૧.૫ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવશે જેથી સરકારની વ્યાજ માફી યોજનાનો લાભ લેવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે  

Comments
Loading...
WhatsApp chat