મોરબીમાં સઘન વાહનચેકિંગ, ૯૫૪ વાહનોના ચેકિંગ અને ૯૦ કેસ

૯૦ કેસ કરીને ૧૪,૫૦૦ ના દંડની વસુલાત

મોરબી શહેર અને જીલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં ગત રાત્રીના ૨ કલાકમાં વધુ ૯૫૪ વાહનોના ચેકિંગ કરવામાં આવ્યા હતા

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફિક શાખા અને જીલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા ગત રાત્રીના સમયે બે કલાક વિવિધ પોઈન્ટ પર વાહનચેકિંગ કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૯૫૪ વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૧૩ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા અને ભયજનક રીતે વાહન ચલાવતા ૨ ચાલક સામે કેસ, ટ્રાફિકને અડચણરૂપ રાખનાર ચાર સામે કાર્યવાહી, દારૂ પીને ચલાવતા ચાર સામે કેસ કરવામાં આવ્યા હતા કુલ ૯૦ કેસો કરીને ૧૪,૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat