


મોરબીમાં ચકચારી સિંચાઈ કોભાંડમાં તંત્ર દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને સિંચાઈ વિભાગની વધુ ચાર ટીમો મેદાનમાં ઉતરી હોય જેને બે દિવસમાં ૩૦ સ્થળોની મુલાકાત લઈને કોભાંડની તપાસ ચલાવી હતી
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના ૩૩૪ કામોમાં ૨૦ કરોડ રૂપિયાની ગેરરીતી મામલે પોલીસ ફરિયાદ બાદ કુલ ચાર લોકોની અટકાયત કરીને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે જયારે બીજી તરફ ધરપકડથી બચવા જીલ્લાની કુલ ૪૯ મંડળીઓએ આગોતરા જમીન અરજી કરી છે જેની મુદત પડી છે જેથી હાલ પુરતો ધરપકડનો દોર સ્થગિત જોવા મળે છે અને એસીબીને તપાસ સોપવામાં આવ્યા બાદ લાંચ રુશ્વત કલમોની ગેરહાજરીને પગલે પુનઃ તપાસ એ ડીવીઝન પોલીસને સોપવામાં આવી હતી
તો એ ડીવીઝન પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે તો તંત્રની ચાર ટીમો પણ મેદાનમાં ઉતરી છે જેમાં બે દિવસમાં વધુ ૩૦ સ્થળોની મુલાકાત લઈને તળાવ કોભાંડના પુરાવા એકત્ર કર્યા હતા અને અનેક સ્થળોએ તળાવ કે અન્ય કામગીરી કર્યા વિના જ બીલ ચોપડે ચડી ગયા હોવાનું ફલિત થયું છે અને મસમોટા ભ્રષ્ટાચારના ઊંડા મુળિયા સુધી પહોંચવા માટે ટીમો મથામણ કરી રહી છે