પ્રામાણિકતા : એક લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી

      

                આજે હળાહળ કલયુગ ચાલી રહ્યો છે અને લોકો એકબીજા પર ભરોસો પણ કરી સકતા નથી તેવી સ્થિતિ વચ્ચે હજુ પણ માનવતા મરી પરવારી નથી અને પ્રામાણિકતાના પણ અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે આવો જ કિસ્સો માળિયા હાઈવે પર નોંધાયો હતો જેમાં એક લાખની રોકડ ભરેલું  બેગ માલિકને પરત કરી ઉદાહરણ પૂરું પડ્યું છે.

                આજે પીપળીયા ચાર રસ્તા પાસે નવલખી રોડ ઉપર ખીરસરા ગામના નારણભાઈ સવાભાઈ ગોગરા.પોતાનુ બાઈક લઈને દેનાબેંક પીપળીયા શાખા ખાતે પાકધીરાણની લોન ભરપાઈ કરવા જતી વેળાએ પોતાની બેગ નવલખી રોડ ઉપર ભુલથી પડી જતા પોતાની ખેતીની મહામુલી રકમ પરસેવાની કમાણી રુ1,00,000/ આહિર બળદેવ જસાભાઈ રહે મોટીબરાર. સાથીમીત્ર આહિર ધઁમેન્દૃ સુખાભાઈ આહિર રહે મોટાદહિંસરા. ને કામ સબબ નવલખી રોડ ઉપર નીકળતી વખતે રોડ ઉપરથી બેગ મળતા ડોક્યુમેન્ટ જોઈને ખરાઈ કરીને મુળ માલીકને રુ 1,00,000 / ભરેલી બેગ પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.  

Comments
Loading...
WhatsApp chat