


કપાયેલા પગ અને હાથ તેમજ પોલિયો પીડિત દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ અને કેલિપર્સ ફિટિંગ ના કેમ્પનું રોટરી કલબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
અપંગ માનવ મંડળ અમદાવાદ ના આર્થિક સૌજન્યથી અને ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર ના સહયોગથી શરનેશ્વર મહાદેવ મંદિર ખાતે કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 35 વિકલાંગોએ વિનામુલ્યે લાભ લીધો હતો. જેમાં આશરે 2 લાખ ના સાધનોનો આ કેમ્પમાં તેમજ અગાઉના કેમ્પમાં પણ 2 લાખ નો ખર્ચ અપંગ માનવ મંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં ભારત સેવક સમાજમાંથી ખેતશીભાઈ પટેલ, જગદીશભાઇ રાવલ, એ. પી.રાવલ, ચંપકભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. આ પ્રોજેકટ ને નરભેરામભાઈ અઘારા અને રાજેન્દ્રસિંહ રાણા એ સફળ બનાવ્યો હતો.

