ટંકારાના જબલપુર ગામના યુવા-લેખક અને શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય

ટંકારાના જબલપુર ગામના યુવા લેખક ધવલભાઈ ભિમાણી અનોખું સેવાનું કાર્ય કરી રહ્યા છે.જેઓ પોતે શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે.તેમની યોગ્ય દિશામાં ચાલતી કલમ અને વાંચનના શોખને લીધે તેમના વિચારો કઈંક અલગ છે.તેઓ ટંકારા અને મોરબીની અલગ અલગ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને મોટિવેટ કરીને તેમના પથદર્શક બનવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

કોઈ વિદ્યાર્થી પરિક્ષાથી હારી ના જાય અને અજુગતું પગલું ના ભરે તે માટે તેઓ વિદ્યાર્થીઓના મનોબળને દ્રઢ બનાવવાનો પ્રયાસ કરે છે.આ તમામ સેમિનાર નિ:સ્વાર્થ ભાવે ફ્રીમાં કરે છે.ટંકારા અને મોરબી વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રત્યે સકારાત્મક બને અને તેનામાં રહેલી વિવિધ ક્ષમતાઓ બહાર આવે તથા તેઓ 21મી સદીના યુગમાં શિક્ષણનું મહત્વ સમજે તે માટે તેઓ એ તેના સેમીનાર ફ્રીમાં કરવાની તૈયારી દર્શાવી છે.જેના માટે યુવા લેખક ધવલ ભિમાણીએ મો.9624326621 પર સંપર્ક કરીને સેમીનારનું બુકિંગ કરાવવા જણાવ્યું છે અને સેમીનાર વિનામુલ્યે કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ છે.

Comments
Loading...
WhatsApp chat