Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ભડીયાદ ગામે વેવિશાળ પ્રસંગને લગ્ન પ્રસંગમાં ફેરવી પ્રેરણાદાયી કાર્ય

બિનજરૂરી ખર્ચ ટાળવા સમાજને સંદેશ પાઠવ્યો

મોરબીના ભડીયાદ ગામે પાટીદાર સમાજ દ્વારા ખોટા ખર્ચ અને દેખાદેખી બંધ કરીને સાદાઈથી લગ્ન પ્રસંગ ઉજવીને સમાજને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી તેમજ વેવિશાળ પ્રસંગમાં જ લગ્નની ઉજવણી કરીને સમાજને નવી રાહ ચીંધી છે

મોરબીના ભડીયાદ ગામે ખેડૂત પરિવાર એવા સ્વ. બાલુભાઈ જીવરાજભાઈ ઝાલરીયાના પુત્ર હિરેનકુમાર અને જીવાપર ગામના રમેશભાઈ બચુભાઈ કૈલાની દીકરી સંતોષનો વેવિશાળ પ્રસંગ હોય દરમિયાન આ પ્રસંગે થોભણભાઈ ઘેલાભાઈ અઘારા (માજી સરપંચ) , માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ ડો મનુભાઈ કૈલાએ બંને પક્ષના વડીલો સમક્ષ વેવિશાળ પ્રસંગને લગ્ન પ્રસંગમાં ફેરવવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેને સહર્ષ સ્વીકારી લઈને ઘડિયા લગ્ન લેવા સહમત થયા જે મુજબ ભડીયાદ મુકામે સગા સંબંધીઓની હાજરીમાં સાદાઈથી લગ્ન લેવાયા હતા

આ પ્રસંગે કન્યા છાત્રાલય પ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, સમૂહ લગ્ન સમિતિના હોદેદારો ડો. મનુભાઈ કૈલા, ઈશ્વરભાઈ સબાપરા, કમલેશભાઈ કૈલા, જયંતીભાઈ વિડજા સહિતના ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા અને સમાજ સુધારાના ખોટા ખર્ચ અને સમયના બગાડને તિલાંજલિ આપી સમાજને નવી રાહ ચીંધવા બદલ સંસ્થા પ્રમુખ શિવલાલભાઈ ઓગણજાંએ અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat