માળિયાની ખાખરેચી શાળાના શિક્ષકનું વિદ્યાર્થીઓના આરોગ્ય માટે પ્રેરણાદાયી પગલું

માળિયા તાલુકાના ખાખરેચી ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીમાં અભ્યાસ કરતા બાળકો આરોગ્ય પ્રત્યે સજાગ બને અને આરોગ્ય જળવાય રહે તેવા હેતુથી શાળાના શિક્ષકોએ પ્રેરણાદાયી કદમ ઉઠાવીને અન્યને પ્રેરણા પૂરી પાડી છે.

માળિયાના ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના શિક્ષક બરાસરા કલ્પેશ જગદીશભાઈ દ્વારા બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે સ્વખર્ચે આર.ઓ. સીસ્ટમ મુકાવી છે તે ઉપરાંત બાળકો ઘરે બનાવેલ પૌષ્ટિક નાસ્તો લઇ આવે તેવો ફરજીયાત નિયમ બનાવીને બાળકોને નાસ્તો લઇ આવવા માટે દરેક વિદ્યાર્થીઓને લંચ બોક્સ પણ ભેટમાં આપવામાં આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે શિક્ષકે સજાગતા દાખવીને અન્ય શિક્ષકોને પણ પ્રેરણા પૂરી પાડી છે

Comments
Loading...
WhatsApp chat