



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
આજે કારગીલ વિજય દિવસ નિમિતે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે વિજય દિવસ નિમિતે વીર શહીદોને યાદ કર્યા હતા તેમજ શહીદોના માતાપિતાને પત્રો લખ્યા હતા
કારગીલ વિજય દિવસ નિમિતે આજે નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારત માતાના વીર શહીદોને વંદન કર્યા હતા અને તે ઉપરાંત શહીદોના માતાપિતાને સહાનુભુતિ પત્ર લખીને શહીદોની બહાદુરીને બિરદાવી હતી આ અભિયાનમાં સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા, પ્રિન્સીપાલ ડો. વરૂણ ભિલા અને કોલેજની સોશ્યલ એક્ટીવીટી ક્લબના મેમ્બરો જોડાયા હતા



