મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખની લાડકવાયી દિકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં સતત સેવાકાર્યની જ્યોત પ્રચલિત કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની લાડકવાયી દિકરીના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાય ઉજવણી કરવામા આવી હતી.

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના ટ્રસ્ટી હેતલબેન પટેલની દિકરી દ્રષ્ટિનો આજે જન્મદિવસ હતો. દ્રષ્ટિએ 20 વર્ષ પુર્ણ કરી 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે દ્રષ્ટિ અનસ્ટોપેબલ વોરીયર સાથે જોડાયેલ હોય જેથી જન્મદિવસ નિમિત્તે બાળકોને નાસ્તો વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. મોરબીના મફતિયાપરા વિસ્તાર સહિત બાળકોને પફ વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat