Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં યદુનંદન ગૌશાળાને ૨૫ હજાર રૂપિયાનું અનુદાન અર્પણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

 

ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેરમાં જન્મદિવસ જેવા ખાસ પ્રસંગોની અનોખી રીતે ઉજવણી કરવાનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં ખોટા ખર્ચાઓ કરવાને બદલે સામાજિક જવાબદારીના વહન સાથે પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના પરિવારે પણ પુત્રના જન્મદિવસ પ્રસંગે યદુનંદન ગૌશાળાને ૨૫ હજારનું અનુદાન અર્પણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

 

મોરબીના નિવૃત સેલ્સ ટેક્ષ ઓફિસર વશરામભાઈ અંબારામભાઈ ચીખલીયાના પુત્રી માધવીબેનના પુત્ર હરિ (ડેનીલ) નો જન્મદિવસ પ્રસંગ હોય જે પ્રસંગે કેક કાપીને કે પાર્ટી આપીને ખોટા ખર્ચાઓ કરવાને બદલે પરિવારે અનોખી ઉજવણી કરી હતી જેમાં મોરબીના શ્રી યદુનંદન ગૌશાળામાં બીમાર ગાયોની સારવાર ચાલતી હોય જ્યાં દવા વિભાગમાં ૨૫ હજાર રૂપિયાની રકમ અર્પણ કરી હતી અને જન્મદિવસની સમાજને નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

Comments
Loading...
WhatsApp chat