Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના સ્ટેમ્પ નિરીક્ષક અને તેના પિતાને મારી નાખવાની ધમકીથી ચકચાર

કોર્ટ મેટર ચાલતી હોય જેનું મનદુઃખ રાખીને આપી ધમકી

મોરબીના લાલબાગ સેવા સદનમાં ફરજ બજાવતા સ્ટેમ્પ નિરીક્ષકને એક ઇસમેં વાડીના રસ્તા બાબતે કોર્ટ મેટર ચાલુ હોય જેનું મનદુઃખ રાખીને સ્ટેમ્પ નિરીક્ષકને ફોન કરી તેને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદથી ચકચાર મચી છે

હાલ મોરબીના લાલબાગ સેવા સદનમાં વસવાટ કરતા અને મૂળ જુનાગઢ જીલ્લાના પલાસવા ગામના વતની કેતનભાઈ મનસુખભાઈ પટોળીયા મોરબી લાલબાગ સેવા સદન નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં સ્ટેમ્પ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે જેને ગત તા. ૦૧ ના રોજ મોબાઈલ તેના મોબાઈલ નં પર ૯૬૬૨૧ ૮૫૪૯૦ પરથી ફોન આવ્યો હતો જેમાં કાર કાના બોલું છું અને ગાળો બોલવા લાગ્યો હતો તેમજ ઓલા રસ્તાનું શું કરવાનું છે કહીને સવારે વાડીએ આવી ઓચિંતાના ધોકા ચાલુ થઇ જશે અને તારા બાપની ત્રણ દિવસમાં લાશ તારી ઘરે પહોંચાડી દઈશ તેવી ધમકી આપી હતી

તેમજ પોલીસથી અમે બીતા નથી કહીને તારા બાપનું કામ વાડીએ ઉપાડી લેશું અને ફરિયાદી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમજ તા. ૦૨ ના રોજ ફરીથી ફોન કરીને પાંચ વખત ફોન આવ્યા હતા અને ગર્ભિત ધમકીઓ આપી હતી ફરિયાદીને વતનમાં ખેતર હોય જ્યાં વાડીના રસ્તા બાબતે ભીખાભાઈ તાલપરા સાથે કોર્ટ મેટર ચાલુ હોય જેનું મનદુઃખ રાખી ફોન કરનારે ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat