મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પ્રેરણાદાયી પગલું, ૨૦૦ વિદ્યાર્થીનીઓને સ્વેટર અર્પણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સરકારી શાળાની ૨૦૦ બાળાઓને સ્વેટર અર્પણ કર્યા 

        મોરબીમાં આપવાનો આનંદ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સેવાભાવીઓ તત્પર રહેતા હોય છે વિવિધ સેવાકીય સંસ્થા અને સેવાભાવી લોકો સારા કર્યો થકી સમાજમાં સુવાસ ફેલાવી રહયા છે ત્યારે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકારી શાળાની ૨૦૦ વિદ્યાર્થીનીઓને સ્વેટર અર્પણ કરી પ્રેરણા પૂરી પાડી છે

મોરબીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલે સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ આપત સ્વેટર વિતરણ કરવાનું નક્કી કર્યું હોય અને મોરબીની વિવિધ સરકારી શાળાઓ શ્રી માધાપરવાડી કન્યા શાળા, શ્રી બુનિયાદી કન્યા શાળા, શ્રી બાજીરાજબા કન્યા શાળા, શ્રી વિવેકાનંદ કન્યા શાળા, શ્રી શકત શનાળા કન્યા શાળા, ધ ગીબશન મિડલ સ્કૂલ, શ્રી મહેન્દ્રનગર કન્યા શાળા અને શ્રી પોલીસ લાઈન કન્યા શાળા સહિતની શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી કુલ ૨૦૦ વિદ્યાર્થીનીઓને પચાસ હજારના ખર્ચે સ્વેટર અર્પણ કર્યા છે  

મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણ પરિવારના વડા તરીકે નાના ભૂલકાઓની ચિંતા કરી, શર્મિલાબેન હુંબલે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે જે બદલ આઠેય શાળાના આચાર્ય, સર્વે શિક્ષકો તેમજ વાલીઓએ શર્મિલાબેનનો ઋણ સ્વીકાર કરેલ છે.

શ્રી માધાપરવાડી કન્યા શાળામાં બહેનના વરદ હસ્તે ધોરણ પહેલામાં અભ્યાસ કરતી તમામ બાળાઓને સ્વેટર અર્પણ કરતા જણાવ્યું કે બધી દિકરીઓએ નિયમિત શાળાએ આવવાનું અને ભણીગણીને હોશિયાર થવાનું જે દીકરીની સૌથી વધુ હાજરી હશે એને આવતા વર્ષે કંઈક ભેટ આપીશ, આ વાતને 314 વિદ્યાર્થીનીઓએ હર્ષનાદથી વધાવી લીધી હતી. શાળા પરિવાર વતી શાલ ઓઢાડી બહેનનું સન્માન અર્પણ કરી રિટર્ન ગિફ્ટ આપેલ હતી

Comments
Loading...
WhatsApp chat