


ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન મોરબી દ્વારા આજ રોજ જીલ્લા વિકાસ અધિકારીને તબીબોના પડતર પ્રશ્નોના ન્યાયી ઉકેલ માટે આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હ્તુ કે ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે એસોસિએશન દ્વારા વિભાગ તથા સરકારશ્રી કક્ષાએ વ્યાજબી ન્યાયી રજુઆતો કરવામાં આવેલ છતાય વણઉકેલાયેલ રહેવા પામેલ છે. એસોશીએશનની તા.૦૬/૦૮/૨૦૧૭ ની બેઠક મુજબ ઇન સર્વિસ તબીબોએ તા.૨૩/૦૮/૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે સામુહિક ધરણા યોજી વિરોધ પ્રદર્શીત કરેલ.
તાજેતરની રાજ્યની વરસાદી તથા સ્વાઇન ફ્લુની પરિસ્થીતીને ધ્યાને લઇ તા.૨૩/૦૮/૨૦૧૭ના ધરણા કાર્યક્રમમાં ઇન સર્વિસ તબીબોના અનિશ્ચિત મુદતના રજાના એલનમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ હતો. તા.૨૩/૦૮/૨૦૧૭ ના ઇન સર્વિસ તબીબોના સામુહિક ધરણા કાર્યક્રમમાં થયેલ નિર્ણય મુજબ તા.૧૧/૦૯/૨૦૧૭ થી તા.૧૩/૦૯/૨૦૧૭ સુધી ત્રણ દિવસ માટે ઇન સર્વિસ તબીબો સામુહિક પરચુરણ રજા પર રહી પોતની માંગણીઓ અને પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શીત કરીએ છીએ.આ બાબતથી ઉપસ્થીત થનાર પરિસ્થિતી માટે ઇન સર્વિસ તબીબો જવાબદાર ગણાશે નહી.ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડી તેનો ઉકેલ થાય તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.