મોગલ માં વિશે અભદ્ર ટિપ્પણી મામલે ટંકારા-વાંકાનેરમાં આવેદન પાઠવ્યું

માં આઈશ્રી મોગલ વિશે અભદ્ર ટીપ્પણીઓ ફેસબુક તથા સોશિયલ મિડીયામાં અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનારા વિરુદ્ધ વાંકાનેર તેમજ ટંકારામાં મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે ગઢવી સમાજ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવ્યુ હતું

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સોશિયલ મિડિયામાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મામલે મનીષ મજુલાબેન ભારતીયા, સદામ મલીક, રાહુલ રાવણ, રવીન્દ્રભાઈ, કૃષ્ણા પરમાર, અલ્પેશ મોજીલા, અમાનુસ વર્મા, દીનેશ બોધ, મીતલ મકવાણા વિગેરે શખ્સો દ્વારા આઈશ્રી મોગલમાં વિશે અભદ્ર ટીપણી કરવા બદલ ચારણ સમાજ તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાવેલ છે. અને આવુ વૈમનષ્ય પેદા કરી ઉલ્લંઘન કરેલ છે. જે બાબતે આવા શખ્સો સામે કડકમાં કડકહાથે કાર્યવાહી કરવામાં તેવી ચારણ સમાજ દ્વારા માંગ કરાઈ છે.

વાકાનેરમાં વાંકાનેર હિંદુ સમાજ, આઈ શ્રી મોગલ સેના, કરણી સેના, એક લિંગજી સેના, શિવ સેના, રાજગોર યુવા ગ્રુપ સહિતના આવેદન પત્ર આપી આ ટીપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. જયારે ટંકારામાં ગઢવી સમાજના આગેવાનોએ આવેદન આપી આવા અસામાજિક તત્વો સમાજને વર્ગ વિગ્રહ કરી સમાજને તોડવાનું કામ કરે છે જેના કારણે ભવિષ્યની પેઢીને મોટુ નુકસાન પહોંચે છે તેથી આવા ગુનેગારોને તાત્કાલીક પકડી જાહેરમાં સરભરા કરી કડકમાં કડક કાયદા પ્રમાણે સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat