માળિયાની શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોની અવનવી કૃતિઓ

સી.આર.સી.મોટા દહિસરા અને સી.આર.સી.નાના દહિસરા સંલગ્ન શાળાઓનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મોટા દહિસરા કુમાર તાલુકા શાળા ખાતે યોજાયેલ. જેમા રમેશભાઇ રાઠોડ પ્રમુખ માળિયા તાલુકા પંચાયત, જિજ્ઞાબેન અમૃતિયા TPEO માળીયા, દીનેશભાઇ હુંબલ પ્રમુખ માળીયા તાલુકા પ્રા.શિક્ષક સંઘ, જેસગભાઇ હુંબલ મંત્રી જિલ્લા ભાજપ તથા પુર્વ પ્રમુખ, હસુભાઇ વરસડા મહામત્રી માળીયા તા.પ્રા.શિ.સંઘ, વિનોદભાઇ રાઠોડ ઉપપ્રમુખ માળીયા તા.પ્રા.શિ.સંઘ, પ્રભાતભાઇ લાવડીયા પ્રતિનિધિ જિલ્લા પ્રા.શિ.સંઘ, જસાભાઇ ડાંગર સરપંચ મોટા દહિસરા તથા અન્ય આમત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ખિરસરા પ્રા.શાળાની વિધ્યાર્થીની દ્વારા સ્વાગતગીત, અમે ગુજરાતી લહેરી લાલા,તથા ઉડી ઉડી જાય ગીતકૃતિ રજુ કરી હતી.તથા ક્રિષ્નાનગર પ્રા.શાળા દ્વારા ગણેશા સ્તુતિ તથા ઘુમર ગીત રજુ થયેલ.ગણિત વિજ્ઞાન પ્રદર્શનમા કુલ 1 થી 5 વિભાગની 27 કૃતીઓ બાળવૈજ્ઞાનીકો દ્વારા રજુ થયેલ.જેમા બ્લડ ગ્રુપ કેમ ચેક કરવુ..પ્લાસ્ટિક રોડ..સ્વાઇન ફ્લુ..વર્મીક્મ્પોસ્ટ ખાતર..કીટનાશક યન્ત્ર..અને અન્ય ઘણી કૃતિઓ બાળવૈજ્ઞાનીકો દ્વારા રજુ થયેલ.આ તકે આમત્રીત મહેમાનો દ્વારા બાળવૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.આમ સમગ્ર કાર્યક્રમ એક નવિન વિજ્ઞાન વિચારધારાથી ઉજવાયો હતો.

Comments
Loading...
WhatsApp chat