ધાર્મિક સ્થળોએ બાળમજુરી કાયદાઓ અંગે જનજાગૃતિ અભિયાનનો નવતર પ્રયોગ

 

જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્રારા મોરબી શહેર અને જીલ્લાના જુદા જુદા ધાર્મિક સ્થળો પર જઈ તેના સંચાલકો અને દર્શનાર્થીઓને જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ ધાર્મિક પરંપરા અંતર્ગત બાળકો પર થતા અત્યાચાર કરનારે ત્રણ વર્ષ સુધી કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજાને પાત્ર ઠરશે તે અંગેની સમજણ આપી યોજનાકીય માહિતી આપવામાં આવેલ.

તે ઉપરાંત બાળ સુરક્ષા એકમ મોરબી દ્રારા સંકલીત બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો, બાળમજુરી અને બાળકોના કાયદાઓઅંગે જનજાગૃતી કાર્યક્રમ ખોડીયાર માતાજીના મંદીર માટેલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે બાળ સુરક્ષા એકમ મોરબીના ઇશાબેન સોલંકી, ખ્યાતીબેન પટેલ, રંજનબેનમકવાણા, સમીરભાઇ લધડ, અરવિંદભાઇ ચાવડા, ભરતભાઇ સોલંકી, હિમાંશુભાઇ જાની, વિશાલભાઇ રાઠોડ અને અભીજીતસિંહ જાડેજા તેમજ ખોડીયાર માતાજીના મંદીર માટેલના સંચાલક શ્રી હાજર રહી યોજનાકીય કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

 

 

Comments
Loading...
WhatsApp chat