


આપણો દેશ જ્યારે નવા સ્ટાર્ટઅપમાં દુનિયામાં ત્રીજા ક્રમે છે ત્યારે શિક્ષણ ક્ષેત્ર કેમ પાછળ રહે ? શિક્ષણમાં ટેકનોલોજીના નવતર ઉપયોગ ની વાત હોય કે નવતર પ્રયોગની વાત હોય મોરબી તાલુકાના શિક્ષકો હંમેશા કંઈક નવું કરતા રહ્યા છે, શિક્ષણ જગતને કંઈક નવું આપતા રહ્યા છે,શિક્ષણમાં થતા રહેલા આવા ઇનોવેટિવ પ્રોજેક્ટનો લાભ સમગ્ર શિક્ષણ જગતને મળે એ માટે દર વર્ષે ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થાય છે
તે અંતર્ગત બીઆરસી ભવન મોરબી ખાતે વર્ગખંડમાં સતત કંઈક નવું કરતા રહેલા શિક્ષકોએ પોતાનું ઇનોવેશન કમિટી સમક્ષ પ્રેઝન્ટ કરેલ. જેમાં ગૌતમભાઈ ગોધવિયા એ “આઈસીટી ઇન એજ્યુકેશન”, અશોકભાઈ કાંજીયાએ “મારી પ્રવૃત્તિ” તથા સોનલબેન વેગડે “હું અને મારી બાલવાટિકા” દેત્રોજા સુમિત્રાબેને “વિજ્ઞાનગીત સંગ્રહ” અમિતભાઈ તન્નાએ “લાસ્ટ ડેઝ રિવિઝન” પ્રજ્ઞેશભાઈ આદ્રોજા એ “આંગળીના ટેરવે મૂલ્યાંકન” તેમજ અનિલભાઈ ફટાણીયા એ અંગ્રેજી આટલું સહેલું ? વગેરે જેવા ઇનોવેશન્સ રજૂ કર્યા હતા.
ઇનોવેટિવ શિક્ષકોએ પોતાના પ્રેઝન્ટેશન્સ ડાયેટ પ્રિન્સિપાલ ડોક્ટર સંજયભાઈ મહેતા સાહેબ સી.આર.સી કોઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તેમજ ઇનોવેટિવ ટીચર્સ એવા અશોકભાઈ કામરીયા, કમલેશભાઈ દલસાણીયા અને દિનેશભાઈ ભેંસદડીયા સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રેઝન્ટેશન વર્કશોપના સુચારુ સંચાલનમાં ઉમેશભાઈ પટેલ તથા ચંદ્રકાંતભાઈ બાવરવાની કામગીરી નોંધપાત્ર રહી હતી