Billboard ad 1150*250

વાંકાનેરમાં માસૂમ હત્યા કેસનો ભેદ ઉકેલાયો, કૌટુંબિક કાકાએ જ કરી’તી હત્યા, Video

0 215
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

દીકરી સાથે બાળક બાળ સહજ શારીરિક ચેષ્ટા કરતા

જોઈ ગયા બાદ બાળકનું કાસળ કાઢવાનું કર્યું’તું નક્કી

        વાંકાનેરમાં માસૂમ બાળકના અપહરણ બાદ તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યા બાદ પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી હતી અને એલસીબી ટીમે સ્થાનિક પોલીસ ટીમોએ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી હત્યાના આરોપી કૌટુંબિક કાકાને ઝડપી લીધો છે

Post ad 2

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલ દેવાબાપાની જગ્યાએ તા. ૨૭-૦૮ ના રોજ પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા (ઉ.વ.૦૫) નામનો બાળક દાદા સહે ગયો હોય ત્યારે તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને તા. ૩૧ ના રોજ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ અંગે રેંજ આઈજી સંદીપ સિંહ અને એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજા, વાંકાનેર પીએસઆઈ એસ એ ગોહિલ, પીએસઆઈ બી ડી પરમાર અને સીપીઆઈ બી ડી બ્રહ્મભટ્ટની જુદી જુદી ટીમોએ તપાસ ચલાવી હતી અને વાડીના કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ મંદિર જગ્યામાં રાખેલ સીસીટીવી કેમેરાની તલસ્પર્શી તપાસ માટે એ ડીવીઝનના નિર્મળસિંહને જવાબદારી સોપતા આરોપી રસિકલાલ નાકીયાની વર્તણુક શંકાસ્પદ લાગતા વોચ રાખી હતી અને આરોપીની સઘન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને બાળકના હત્યાની કબુલાત અપાઈ હતી

કૌટુંબિક કાકાએ કેમ કરી બાળકની હત્યા ?

        માસૂમ હત્યા કેસમાં આરોપી કૌટુંબિક કાકા રસિકભાઈ છેલુભાઈ નાકીયા રહે ઠીકરીયાલી વાંકાનેર વાળાએ પોલીસને કબુલાત આપી હતી કે આરોપીની દીકરી અને મૃતક બાળક ઘરના બાથરૂમમાં બાલ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હોય જે જોઈ જતા બાળકોને ધમકાવ્યા હતા જોકે સતત નજર ના રાખી સકે જેથી પ્રિન્સનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને દેવાબાપાની જગ્યામાં ભજનનો કાર્યક્રમ હોય જેથી પ્રિન્સને ફોસલાવી ભાગ લેવાના બહાને મંદિર પાસે લાવીને પોતાની વાડી પાસેના મોત નીપજાવી કુવામાં મૃતદેહ ફેંકી દીધાની કબુલાત આપી હતી

          આ હત્યા કેસમાં એલસીબી ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, હીરાભાઈ ચાવડા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ઈશ્વરભાઈ કલોતરા, સંજયભાઈ મૈયડ, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, નંદલાલભાઈ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા, જયેશભાઈ વાઘેલા, વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિજયભાઈ નાગજીભાઈ, ચમનભાઈ ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ વાલજીભાઈ, રાજેશભાઈ ગઢવી, શિવરાજસિંહ વાળા, હરપાલસિંહ પરમાર, મુકેશભાઈ વાલજીભાઈ અને સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કચેરીના જયેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat