Billboard ad 1150*250

રાજ્યમાં HMAT ટેસ્ટમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના શિક્ષકોને હળહળતો અન્યાય

0 81

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની HMAT ભરતીની જાહેરાત કરેલ છે જેમાં સેલ્ફ ફાયનાન્સ શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય રાખવામાં આવ્યો નથી હજારો શિક્ષકો સેલ્ફ ફાયનાન્સ શાળામાં શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવે છે તેઓ અરજી કરી શકશે નહિ અને સેલ્ફ ફાયનાન્સ શિક્ષકોને હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે

સેલ્ફ ફાયનાન્સ શાળા શિક્ષકોનો અનુભવ પ્રાથમિક શાળાના આચાર તરીકે માન્ય છે પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો HMAT માટે કેમ લાયકાત ધરાવતા નથી ? સેલ્ફ ફાયનાન્સ શાળા શિક્ષકો શિક્ષક બોર્ડ જાહેર એસએસસી અને એચએસસી પરીક્ષા માટે સ્થળ સંચાલક તરીકે કાર્ય કરે છે ત્યારે પરીક્ષાના જવાબપત્રો જોવામાં માન્ય છે તો ભરતી માટે કેમ અનુભવ માન્ય નથી સેલ્ફ ફાયનાન્સ શાળાના શિક્ષકોનો અનુભવ અગાઉ માન્ય રાખી ગ્રાન્ટ ઇન એડ શાળામાં શિક્ષકોને આચાર્ય તરીકે ભરતી કરવામાં આવેલ છે તો તે શિક્ષકોને ક્યાં આધારે ભરતી કરવામાં આવેલ નિયમોનો પરિપત્ર તો હશે ને ?

ડીઈઓ દ્વારા સેલ્ફ ફાયનાન્સ શાળાના શિક્ષકોનો અનુભવ પ્રોફાઈલ મંજુર કરવામાં આવેલ છે તે શિક્ષકો HMAT માટે લાયક નથી ભારતના બંધારણ મુજબ એક સરખું એક જ પ્રકારનું કામ કરતા વ્યક્તિને સમાન હક્ક અને સમાન તક મળવી જોઈએ પરંતુ શિક્ષકોને HMAT પરીક્ષા માટે લાયક નથી ગણતા ત્યારે બંધારણીય હકના ભંગ માટે કોને જવાબદાર ગણવા ? તેવા સવાલો કરીને મોરબીના શિક્ષક સંજયભાઈ વીરડીયાએ ન્યાય માટે માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat