



પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે ગુજરાત સરકારે તાજેતરમાં નવા બહાર પાડેલા કોમન જીડીસીઆરમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા વજેપર તથા માધાપર વિસ્તારની જમીનની બિનખેતીમાં ૩૫ % જમીન કપાત આપવાની રહેશે. આ વિસ્તારમાં સતવારા સમાજનો બહોળો સમુદાય વસવાટ કરે છે તેમજ જમીનના માલિકો એવા સતવારા સમાજના ખેડૂતો હોય, ભાજપ સરકારના આવા તઘલખી નિર્ણયથી સતવારા સમાજને વધુ સહન કરવાનો વારો આવશે. એક તરફ મવડા નાબુદી માટેની વજેપર, માધાપર અને ત્રાજપરની માંગણી સરકાર સ્વીકારતી નથી બીજી બાજુ આવા ૩૫ ટકા જમીન કપાતના ડામ આપી સતવારા સમાજને ગુજરાત સરકાર દઝાડે છે. આવો અન્યાય સતવારા સમાજ સાંખી નહિ લે તેમ પણ અંતમાં જણાવ્યું છે.

