સીઆરસી-બીઆરસી કો ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિ રદ થવાથી અન્યાય

સીઆરસી, બી આરસી અને યુઆરસી કો ઓર્ડીનેટરની પ્રતીનીયુક્તી રદ થતા શિક્ષક સંવર્ગમાં પરત થતા મૂળ શાળાની સિનીયોરીટી ગણવાની માંગ કરીને આ અંગે જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટને લેખિત આવેદન પાઠવીને માંગ કરવામાં આવી છે.

જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બી આરસી, સીઆરસી અને યુ આરસી કો ઓર્ડીનેટરની પસંદગી નિમણુક જીલ્લામાં કામ કરતા પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિ નિયુક્તિના ધોરણે કરવામાં આવે છે એટલે જીલ્લામાં કાર્યરત પ્રાથમિક શિક્ષક સંવર્ગ પ્રાપ્ત સેવાકીય લાભો મેળવવાથી વંચિત રાખી શકાશે નહિ. સીઅઆરસી, બીઆરસી અને યુઆરસી કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તેમની હાલની જગ્યાએથી પસંદગીના સ્થળે અન્યત્ર બદલી કરવા માટે નિયમ અનુસાર બનતા હોય તે લાભ મેળવવા શિક્ષક બદલી કેમ્પમાં ઉપસ્થિત રહેવા દેવા અંગે તમામ જિલ્લાને પરિપત્રથી જાણ કરેલ છે. જયારે ક્લોઇ શિક્ષક બીઆરસી, સીઆઆરસી કો ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિ પૂર્ણ કરે ત્યારે તેની જૂની તારીખ મુજબ સ્ટેશન સિનીયોરીટી જાણી તેની માત્રુસંસ્થામાં જગ્યા હોય તો મુકવા ત્યાં જગ્યા ના હોય તો તે જ ક્લસ્ટરની કોઈ એક નજીકની શાળામાં મુક્વા. આમ કો ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિ પછી પરત શિક્ષક તરીકે જે તે શાળામાં નિમણુક મેળવે ત્યારે પ્રતિનિયુક્તિ મેળવતા પૂર્વેની શાળામાં જોડાવાની જે તારીખ છે તે જ તારીખને સ્ટેશન સિનીયોરીટી માટે ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat