Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના નજરબાગ નજીક ડેમુ ટ્રેન સામે કુદી યુવાનનો આપઘાત

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આજે સવારે વાંકાનેરથી આવતી ડેમુ ટ્રેનની ઠોકરે ચડી ગયેલા યુવાનનું કરુણ મોત થયું છે અને યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે

મોરબીના સામાકાંઠે ઉમિયાનગર વિસ્તારનો રહેવાસી યુવાન જસ્મીન સુખદેવભાઈ નારણીયા (ઉ.વ.૧૯) આજે સવારે ભડિયાદ અને નજરબાગ વચ્ચેથી પસાર થતી ડેમુ ટ્રેન હેઠળ કુદી આપઘાત કર્યો છે જે બનાવની રેલ્વે પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે તેમજ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat