માળિયાના ખીરઈ નજીક ભેંસ આડી ઉતરતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રકચાલકનું મોત

માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીક ભેંસ આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકચાલકને ઈજા પહોંચી હોય જેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે

બનાવની મળતી માહિતી મુજબ માળિયાના ખીરઈ ગામ નજીકથી વહેલી સવારે પસાર થતો ટ્રક જીજે ૧૨ બીવાય ૨૫૦૨ ને અકસ્માત નડ્યો હતો ખીરઈ ગામ નજીક ભેંસ આડી ઉતરતા ટ્રક ભેંસ સાથે અથડાતા ટ્રકચાલક કમલખાન બીલાલખાન રહે રાજસ્થાન વાળાને ગંભીર ઈજાઓ થઇ હતી ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું જે બનાવને પગલે માળિયા પોલીસમથકના વસંતભાઈની ટીમે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat