સરવડ ગામ નજીક બે બાઈક અથડાતા ત્રણને ઈજા




સરવડ ગામ નજીક આજ રોજ અશ્વિન ચાવડા પોતાનુ બાઇક જીજે ૩ ઈપી ૧૦૯૬ લઇને ખેતરે જતા વિશ્ર્વાસ હસમુખ ભાઇ પટેલ ઉ.વર્ષ 19 રહે. મોટાભેલા ગામ નજીક સામેથી આવતા દેરાળા ગામના બાબુભાઈ કોળી ઉ.વર્ષ 65 રહે દેરાળા (માળિયા મી) બાઇક નં જીજે ૩ એનએન ૩૦૯૪ તથા તેમની સાથે અજાણ્યા વૃધ્ધ સાથે સામસામે રોડના ખાડા તારવવા જતા બાઇક અથડાતા વિશ્ર્વાસ પટેલ અને બાબુભાઈ કોળીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને 108 દ્વારા વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જેમાથી વિશ્ર્વાસ પટેલની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે.

